الشاكر
كلمة (شاكر) في اللغة اسم فاعل من الشُّكر، وهو الثناء، ويأتي...
૫) હે લોકો ! જો તમને તમારા મૃત્યુ પછીના જીવન વિશે શંકા છે, તો વિચારો! અમે તમારું સર્જન માટી વડે કર્યું, પછી વીર્યના ટીપા વડે, પછી લોહીથી, પછી માંસ વડે, જે ચહેરો આપવામાં આવ્યો હતો અને ઘાટ વગરનો હતો.
આ અમે તમારા પર જાહેર કરી દઇએ છીએ, અને અમે જેને ઇચ્છીએ છીએ, એક નક્કી કરેલ સમય સુધી માતાના ગર્ભમાં રાખીએ છીએ, પછી તમને બાળપણની અવસ્થામાં દુનિયામાં લાવીએ છીએ, જેથી તમે પોતાની યુવાવસ્થામાં પહોંચી જાવો, તમારા માંથી કેટલાક તો તે છે, જેઓને મૃત્યુ આપવામાં આવે છે અને કેટલાકને વૃદ્વાવસ્થાએ પહોંચાડી દેવામાં આવે છે કે તે એક વસ્તુને જાણવા છતાં અજાણ બની જાય, તમે જોશો કે ધરતી સૂકી છે, પછી જ્યારે અમે તેના પર વરસાદ વરસાવીએ છીએ તો તે ઊપજે છે અને ફૂલે છે અને દરેક પ્રકારની લોભામણી ઉપજો ઉપજાવે છે.