المحسن
كلمة (المحسن) في اللغة اسم فاعل من الإحسان، وهو إما بمعنى إحسان...
૧૩) જે દિવસે તેમને દુ:ખ આપીને જહન્નમની આગ તરફ ખેંચી લાવવામાં આવશે.
૧૪) આ જ તે જહન્નમની આગ છે જેને તમે જુઠલાવતા હતા.
૧૫) (હવે બતાવો) શું આ જાદુ છે ? અથવા તો તમે જોતા જ નથી.
૧૬) જાઓ, જહન્નમમાં હવે તમારૂ ધીરજ રાખવું અને ન રાખવું તમારા માટે સરખું છે. તમને ફકત તમારી કરણીનો જ બદલો આપવામાં આવશે.
૧૮) જે તેમને તેમના પાલનહારે આપી છે તેનો આનંદ લઇ રહ્યા છે. અનેતેમના પાલનહારે તેમને જહન્નમની યાતનાથી પણ બચાવી લીધા છે.
૧૯) તમે મસ્ત ખાતા પીતા રહો તે કાર્યોના બદલામાં જે તમે કરતા હતા.
૨૦) ક્રમિક પાથરેલી ઉત્તમ આસનો ઉપર તકિયા લગાવેલ. અને અમે તેમના લગ્ન ગોરી-ગોરી મોટી આંખોવાળી (હૂરો) સાથે કરી દીધા છે.
૨૧) જે લોકો ઇમાન લાવ્યા અને તેમની સંતાનોએ પણ ઇમાનમાં તેમનું અનુસરણ કર્યુ, અમે તેમની સંતાનોને તેમના સુધી પહોંચાડી દઇશું અને અમે તેમના કર્મમાંથી ઘટાડો નહીં કરીએ, દરેક વ્યક્તિ પોતાના કર્મોમાં જકડાયેલા છે.
૨૨) અમે તેમના માટે ફળો અને મનપસંદ ગોશ્ત પુષ્કળ પ્રમાણમાં ફેલાવી દઇશું
૨૩) મોજમસ્તી સાથે જામ (શરાબ) ઝુંટવી રહ્યા હશે. જે શરાબમાં ન બકવાસ હશે અને ન તો પાપ.
૨૪) અને તેમની આજુ બાજુ નાના નાના બાળકો ચાલી ફરી રહ્યા હશે. જેવા કે તેઓ મોતી હતા જે ઢાંકેલા રાખ્યા હતા.
૨૬) કહેશે કે આ પહેલા આપણે પોતાના ઘરવાળાઓથી ખુબ જ ડરતા હતા.
૨૭) બસ ! અલ્લાહ તઆલાએ અમારા ઉપર ખુબ જ ઉપકાર કર્યો અને અમને ઝડપી ગરમ હવાઓની યાતનાથી બચાવી લીધા
૨૮) અમે પહેલાથી જ તેની બંદગી કરતા હતા, નિ:શંક તે ઉપકારી અને દયાળુછે.
૨૯) તો તમે સમજાવતા રહો, કારણકે તમે પોતાના પાલનહારની કૃપાથી ન તો જ્યોતિશ છો અને ન તો પાગલ.
૩૦) શું ઇન્કારીઓ કહે છે કે આ કવિ છે ? અમે તેના પર જમાનાની દુર્ઘટનાની (મૃત્યુ) વાટ જોઇ રહ્યા છે.
૩૧) કહીં દો ! તમે પ્રતીક્ષા કરો, હું પણ તમારી સાથે પ્રતીક્ષા કરનારો છું.
૩૨) શું તેઓને તેમની બુધ્ધી આવું જ શીખવાડે છે અથવા તો આ જ લોકો બળવાખોર છે.
૩૩) શું આ લોકો કહે છે કે આ પયગંબરે (કુરઆન) પોતે ઘડી કાઢ્યું છે ? વાત એવી છે કે તે ઇમાન નથી લાવતા.
૩૪) હાં ! જો આ લોકો સાચ્ચા હોય તો આના જેવી એક (જ) વાત તો લઇ આવે.
૩૫) શું આ લોકો કોઇ સર્જન કરનાર વગર જાતે જ પેદા થઇ ગયા છે ? અથવા તો આ પોતે સર્જન કરનારા છે ?
૩૬) શું તેમણે જ આકાશ અને ધરતીને પેદા કર્યા છે ? પરંતુ આ યકીન ન કરવાવાળાઓ છે.
૩૭) અથવા શું તેમની પાસે તારા પાલનહારના ખજાના છે ? અથવા (તે ખજાનાના) દેખરેખ રાખનાર છે.
૩૮) અથવા તો શું તેમની પાસે કોઇ સીડી છે જેના પર ચઢીને આવ્યા છે ? (જો આવું જ છે) તો તેમનો કોઇ સાંભળનાર ખુલ્લી દલીલ આપે.
૩૯) શું અલ્લાહ માટે તો પુત્રીઓ છે ? અને તમારા ત્યાં પુત્રો છે ?
૪૦) શું તમે તે લોકોથી કોઇ મહેનતાણુ ઇચ્છો છો ? જેથી આ લોકો તેના ભારથી દબાયેલા હોય ?
૪૧) શું તે લોકો પાસે અદ્રશ્યનું જ્ઞાન છે? જેને તેઓ લખી રહ્યા હોય?
૪૨) શું આ લોકો કોઇ ચાલ રમવા ઇચ્છે છે ? તમે નિશ્ર્ચિત થઇ જાવ ચાલ ચલનારા (લોકો) ઇન્કારીઓ છે.
૪૩) શું અલ્લાહ સિવાય તેઓનો કોઇ મઅબૂદ (સાચ્ચો પૂજ્ય) છે ? (કદાપિ નહીં) અલ્લાહ તઆલા તેઓના ભાગીદારો ઠેરવવાથી પવિત્ર છે.
૪૪) જો આ લોકો આકાશના કોઇ ટુકડાને (ધરતી પર) પડતો જોઇ લે, તો પણ આમ જ કહેશે કે આ તો એક પછી એક વાદળ છે.
૪૫) તમે તેઓને છોડી દો, ત્યાં સુધી કે તેઓ તે દિવસને જોઇ લે જે દિવસે તેઓ બેહોશ કરી નાખવામાં આવશે.
૪૬) જે દિવસે તેઓને તેમાની ચાલ કોઇ કામ નહીં આવે અને ન તો તેમને મદદ કરવામાં આવશે.
૪૭) નિ:શંક અત્યાચારીઓ માટે આ સિવાય બીજી ઘણી યાતનાઓ પણ છે. પરંતુ તે લોકોમાં વધારે લોકો અભણ છે.
૪૮) તમે પોતાના પાલનહારના આદેશની પ્રતિક્ષામાં ધૈર્ય વડે કામ લો, નિ:શંક તમે અમારી આંખો સામે સવારે જ્યારે ન ઉઠો પોતાના પાલનહારની પવિત્રતા અને પ્રશંસા બયાન કરો.
૪૯) અને રાત્રે પણ તેના નામનું સ્મરણ કરો અને તારાઓ આથમવાના સમયે પણ.